Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે G7 સંમેલનમાં ભાગ લીધો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે G7 સંમેલનમાં ભાગ લીધો. પીએમ મોદી 27 જૂન સુધી જર્મન પ્રેસીડન્સી હેઠળ G7 શિખર કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જર્મનીનો પ્રવાસે છે. આજની કોન્ફરન્સમાં કેટલાક વૈશ્વિક મુદ્દો ચર્ચા પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. 

    પીએમ મોદી આ સમયે જર્મનીના અધ્યક્ષના હેઠળ જી-7 શિખર કોન્ફરન્સ માટે જર્મની કે ચાંસલર ઓલાફ સ્કોલ્જના નિમંત્રણ પર જર્મની શ્લૉસ એલ્માઉના પ્રવાસ પર છે. આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવા માટેના પ્રયાસો હેઠળ જર્મની ને અર્જેન્ટીના, ઇન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકા જેવા અન્ય લોકતાંત્રિક દેશો પણ જી7 શિખર કોન્ફરન્સમાં જોડાયા હતા. 

    આ બેઠકમાં પર્યાવરણ, ઊર્જા, જળવાયુ, ખોરાક સુરક્ષા, આરોગ્ય, આતંકવાદનો મુકાબલો, મહિલા-પુરુષ સમાનતા અને લોકતંત્ર જેવી સામયિક બાબતો પર ચર્ચા કરશે. યુક્રેનની પરિસ્થિતિ તેમજ તેલ સંદર્ભે ચર્ચા હાથ ધરાઈ. પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે વાતચીત કરી. આ સંમેલન ત્રણ દિવસ ચાલશે. 

    પ્રધાનમંત્રી 28 જૂને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ની એક દિવસીય યાત્રા દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ અને આબુ ધાબી શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નહયાનના નિધન પર સંવેદના વ્યક્ત કરશે. પ્રધાનમંત્રી હીઝ હાઈનેસ શેખ મહોમ્મદ બિન જાયદ બિન જાયદ અલ નાહીયાનના યુએઈના નવા રાષ્ટ્રપતિ અને અબુધાબીના નવા શાસકના રૂપે વરણી થવા બદલ શુભેચ્છાઓ પાઠવશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી એ જ રાત્રિએ સ્વદેશ પરત ફરશે.  

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply