પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા જર્મની પહોંચ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 થી 27 જૂન દરમિયાન યોજાનાર G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા જર્મની પહોંચ્યા.એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પારંપરિક મ્યુઝિક બેન્ડ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય સમુદાયના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું. પ્રધાનમંત્રી દ્વિપક્ષીય બેઠકોની સાથે સાથે જર્મનીમાં રહેલ ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ, ઉર્જા, જળવાયુ, ખાદ્ય, સુરક્ષા, આરોગ્ય, સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સમાનતા અને લોકશાહી જેવા મુદ્દાઓ ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. આ સંમેલન રશિયા - યુક્રેનના વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યોજાઇ રહ્યું છે તેવામાં વિશ્વ સામે સર્જાઈ રહેલા સપ્લાય ચેઇનના જોખમો વિષે પણ ચર્ચા થઇ શકે છે. શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી G-7ના સભ્ય દેશો અને સંમેલનમાં આમંત્રિત દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. G-7માં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી 28 જૂનના રોજ સંયુક્ત આરબ અમિરાતના પ્રવાસે જશે. UAE ભારતના વ્યુહાત્મક ભાગીદારોમાંથી એક છે
