Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7 બેઠકમાં ભાગ લેવા આજે જર્મની પહોંચશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 થી 27 જૂન દરમિયાન યોજાનાર G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે જર્મની પહોચશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 થી 27 જૂન દરમિયાન યોજાનાર G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે જર્મની પહોચશે. પ્રધાનમંત્રી દ્વિપક્ષીય બેઠકોની સાથે સાથે જર્મનીમાં રહેલ ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ, ઉર્જા, જળવાયુ, ખાદ્ય, સુરક્ષા, આરોગ્ય, સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સમાનતા અને લોકશાહી જેવા મુદ્દાઓ ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. આ સંમેલન રશિયા - યુક્રેનના વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યોજાઇ રહ્યું છે તેવામાં વિશ્વ સામે સર્જાઈ રહેલા સપ્લાય ચેઇનના જોખમો વિષે પણ ચર્ચા થઇ શકે છે. શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી G-7ના સભ્ય દેશો અને સંમેલનમાં આમંત્રિત દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. G-7માં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી 28 જૂનના રોજ સંયુક્ત આરબ અમિરાતના પ્રવાસે જશે. UAE ભારતના વ્યુહાત્મક ભાગીદારોમાંથી એક છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply