બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આજે પદ્મપુલનું ઉદ્ધાટન કરશે
Live TV
-
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આજે પદ્મપુલનું ઉદ્ધાટન કરશે. ભારત સરકારે આ ઐતિહાસીક યોજના સફળતાપૂર્વક પૂરી થવા પર બાંગ્લાદેશને શુભેચ્છા પાઠવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પદ્મ પૂલ ન માત્ર બાંગ્લાદેશમાં સ્થાનિક કનેક્ટીવીટીને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરશે પરંતું તે ભારત તેમજ સમગ્ર ઉપક્ષેત્રને જોડનારા લોજીસ્ટીક તેમજ વ્યવસાયોને પ્રોત્સાહન પ્રદાન કરશે. આ પુલ દ્વિપક્ષીય તેમજ ઉપક્ષેત્રિય સંમ્પર્કોને ઉત્તેજન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતની જનતા બાંગ્લાદેશની મુક્તિની 50મી વર્ષગાંઠ પર પદ્મ બ્રિજના ઉદધાટનના અવસરે બાંગ્લાદેશના લોકોને શુભેચ્છા પાઠવે છે.
