પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ શિખર સંમેલનને સંબોધિત કર્યું
Live TV
-
'ન્યુ ડેવલપમેન્ટ બેંકે ગ્લોબલ સાઉથના દેશોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાન્સીબર્ગ ખાતે 15મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યાં છે..આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ બ્રિક્સ શિખર સંમેલનન ખાતે સંબોધન કર્યું હતું.પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ 15 મા બ્રિક્સ સંમેલનના સફળ આયોજન બદલ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિને ધન્યવાદ પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ન્યુ ડેવલપમેન્ટ બેંકે ગ્લોબલ સાઉથના દેશોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રીએ આગામી વર્ષોમાં ભારત વિશ્વનું વિકાસ એન્જિન બનશે તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આ સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી અનેક નેતાઓ સાથે દ્વીપક્ષિય બેઠક યોજશે. જણાવી દઈએ કે બ્રિક્સમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. આ સંમેલન બ્રિક્સનું 15મું સંમેલન છે જેનો વિષય "પારસ્પરિક ઝડપી વિકાસ, સતત વિકાસ અને બહુપક્ષવાદ માટે જોડાણ " છે.
