Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોહાનિસબર્ગમાં 15માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે

Live TV

X
  • પ્રધાનમંત્રી અનેક નેતાઓ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. પ્રધાનમંત્રી આજે 15મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલન 2019 પછીનું પહેલું વ્યક્તિગત બ્રિક્સ શિખર સંમેલન છે.જે ભવિષ્યના સહયોગના ક્ષેત્રોને ઓળખવાની અને સંસ્થાકીય વિકાસની સમીક્ષા કરવાનો એક અવસર છે.

    બે દિવસીય આ શિખર સંમેલનમાં સભ્ય દેશના રૂપમાં ભારત સહિત બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિતના સભ્ય દેશો પણ ભાગ લઈ રહ્યા છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા અને કેટલાક અન્ય નેતાઓ પણ ભાગ લઈ રહ્યા છે. બ્રિક્સ સંમેલનમાં પ્રધાનમંત્રી આજે કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજશે.

    આ અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર ડાયલોગ્સમાં ભાગ લીધો હતો... બિઝનેસ ફોરમમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઉપરાંત વિદેશ વ્યાપાર સહિત સભ્ય દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રમાં સતત વિકાસને પ્રોત્સાહન આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોહનિસબર્ગમાં BRICS લીડર્સ રીટ્રીટમાં હાજરી આપી હતી.

    દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.. આ અવસરે બ્રિક્સ દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.જોહનિસબર્ગની હોટલમાં આર્ય સમાજના પ્રમુખે પ્રધાનમંત્રી મોદીને રાખડી બાંધી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ જોહનિસબર્ગમાં નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરની 3D તસવીરને નિહાળી હતી. આ મંદિર 2025 સુધીમાં તૈયાર થઈ જશે. જે આફ્રિકાનું સૌથી મોટુ હિન્દુ મંદિર હશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply