પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ કર્યો બુલંદ
Live TV
-
પ્રધાનમંત્રીએ વૈશ્વિક સમસ્યા પર રજૂ કરેલા સૂચનોને જી-20ના ઘોષણાપત્રમાં પણ સ્થાન આપવામાં આવ્યું
આર્જેટીનાના બ્યૂનસ આયર્સમાં બે દિવસના જી-20 સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ બુલંદ કરતાં આતંકવાદ અને જળવાયુ પરિવર્તન તેમજ વિકાસના એજન્ડાને રજૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વૈશ્વિક સમસ્યા પર રજૂ કરેલા સૂચનોને જી-20ના ઘોષણાપત્રમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. આ સાથે તેમણે જાહેરાત કરી હતી, કે વર્ષ 2022માં ભારત જી -20 સંમેલનનું યજમાન પદ સંભાળશે.
