Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપાશે વર્ષ 2018નો શિઓલ શાંતિ પુરસ્કાર

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય સહયોગમાં સુધારો, વૈશ્વિક આર્થિક વૃદ્ધિ, ભારતના માનવવિકાસમાં તેજી લાવવા તેમજ ભ્રષ્ટાચાર વિરોધી, સામાજીક એકીકરણ પ્રયાસો દ્વારા લોકતંત્ર વિકસીત કરવાના પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે

    શિઓલ શાંતિ પુરસ્કાર સમિતિએ વર્ષ 2018નો શિઓલ શાંતિ પુરસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવાનો નિર્ણય કર્યો છે. સમિતિએ આંતરરાષ્ટ્રીય સહયોગમાં સુધારો, વૈશ્વિક આર્થિક વૃદ્ધિ, ભારતના માનવવિકાસમાં તેજી લાવવા તેમજ ભ્રષ્ટાચાર વિરોધી, સામાજીક એકીકરણ પ્રયાસો દ્વારા લોકતંત્ર વિકસીત કરવા, પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે. પુરસ્કાર સમિતિએ સ્વીકાર કર્યો છે કે પ્રધાનમંત્રી મોદીનું ભારતીય અને વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિમાં મોટો સહયોગ રહ્યો છે. તેમણે ગરીબ અને અમીર વચ્ચે સામાજિક તથા આર્થિક અસમાનતા ધટાડવા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે આ પુરસ્કાર માટે પ્રધાનમંત્રીની પસંદગી ઉપર ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરી કહ્યું છે કે, આ 130 કરોડ ભારતીયો માટે ખુશી અને ગર્વનો વિષય છે. કેમ કે, શિઓલ પસંદગી સમિતિએ મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગને ઉત્તેજન આપવા અને વૈશ્વિક આર્થિક વિકાસમં વૃદ્ધિના પ્રયાસોની પુષ્ટી કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply