પ્રધાનમંત્રી મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘ વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત થઈ
Live TV
-
નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘે વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત થઈ
નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘે વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત થઈ, જેમાં દ્વિપક્ષીય અને ક્ષેત્રીય તથા વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. વિદેશમંત્રાલયે જણાવ્યું છે કે, વિભિન્ન યોજનાઓની સમિક્ષા કરવામાં આવી હતી. આ અગાઉ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહમંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રાનીલ વિક્રમસિંઘેની મુલાકાત લીધી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની સાથે શ્રીલંકાના પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે અને શ્રીલંકામાં ચાલી રહેલી વિભિન્ન વિકાસ પરીયોજનાઓ પર ચર્ચા કરી હતી. એક ટ્વીટ સંદેશમાં ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, શ્રીલંકાના પ્રધાનમંત્રી વિક્રમસિંઘે સાથે તેમની મુલાકાત સાર્થક રહી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચેનો સહયોગ મજબૂત કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
