પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિંજો આબેએ સાથે કરી મુલાકાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પ્રધાનમંત્રી શિંજોએ બેઠકમાં વ્યૂહાતમ્ક અને વૈશ્વિક ભાગીદારી, તેમજ આંતરરાષ્ટ્રિય સ્તરે દેશના હિતના મુદ્દા પર ચર્ચાં કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય જાપાનના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સાથે વાર્ષિક દ્રિપક્ષીય શિખર બેઠકમાં હાજરી આપશે.બંને નેતાઓ વચ્ચે આ પાંચમી શિખર બેઠક હશે અને આ ભારત-જાપાન વચ્ચે 13મું વાર્ષિક સંમલેન છે. જાપાન એ દેશોમાં સામેલ છે ભારત જે દેશો સાથે દ્રિપક્ષીય ચર્ચાં કરે છે. તેમાં જાપાન સામેલ છે. ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ યામાનાશીમાં શિંજો આબે સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચેની બેઠકમાં વ્યૂહાતમ્ક અને વૈશ્વિક ભાગીદારી, તેમજ આંતરરાષ્ટ્રિય સ્તરે દેશના હિતના મુદ્દા પર ચર્ચાં કરી. યામાનાશી શિંજો આબેના હોલીડે હોમના રૂપે જાણીતું છે.આ શહેર વિશ્વપ્રસિદ્ધ માઉટ ફિજીની તળેટીમાં વસેલું છે અને તે રાજધાની ટોકિયોથી 10 કિલોમીટરના અંતરે છે. જાપાના પ્રધામમંત્રી શિજોઆબેએ પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં યામાનાશીમાં ભોજન સમારોહનું પણ આયોજન કર્યું છે.બંને નેતાના અરસપરસના સંબંધ પણ ખાસ છે. વર્ષ 2017માં પ્રધાનમંત્રી મોદીએ જાપાના પ્રધાનમંત્રી શિંજો આબેનું સ્વાગત વિશેષ અંદાજમાં પોતાના ગૃહરાજ્ય ગુજરાતમાં કર્યું હતું. બંને નેતાએ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ આજે રોબોટિક કંપની ફાનુકની પણ મુલાકાત લીધી હતી.બાદમાં પ્રધાનમંત્રી મોદીએ શિજો આબેને ભારતીય હસ્તકળાનો નમૂનો રજૂ કરતી કેટલી વસ્તુઓની ભેટ આપી હતી.
