પ્રધાનમંત્રી મોદીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત પુરસ્કાર ચેમ્પિયન ઓફ અર્થ આપવામાં આવ્યો
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ વિભાગે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમ્મેન્યુએલ મેંક્રોને નીતિ નેતૃત્વના વર્ગમાં આંતર રાષ્ટ્રીય સૌર ગઠબંધનના પ્રયાસોને વધાવવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત પુરસ્કાર ચેમ્પિયન ઓફ અર્થ આપવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ વિભાગે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમ્મેન્યુએલ મેંક્રોને નીતિ નેતૃત્વના વર્ગમાં આંતર રાષ્ટ્રીય સૌર ગઠબંધનના પ્રયાસોને વધાવવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સન્માન પર્યાવરણના ક્ષેત્રે થયેલ પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે માન્યતા આપે છે. ઉલ્લેખનીય છે આવતા મહિને નવી દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ આ પુરસ્કાર પ્રધાનમંત્રીને અર્પણ કરશે. પ્રધાનમંત્રી મોદીએ વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે હું વિશ્વ સમુદાયનો આભારી છું કે આ સન્માન માટે મને પસંદ કરવામાં આવ્યો.
