વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આતંકવાદને વિશ્વ ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટો પડકાર ગણાવ્યો
Live TV
-
સાર્ક દેશોની મંત્રીઓની બેઠકને સંબોધિત કરતાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે દરેક પ્રકારના આતંકવાદ અને તેને સમર્થન આપનારી તાકાતોને ખતમ કરવી જરૂરી
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આતંકવાદને વિશ્વ ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. સાર્ક દેશોની મંત્રીઓની બેઠકને સંબોધિત કરતાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે દરેક પ્રકારના આતંકવાદ અને તેને સમર્થન આપનારી તાકાતોને ખતમ કરવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે ક્ષેત્રીય સહયોગ આર્થિક વિકાસ અને સુરક્ષાનો માહોલ બનાવવો જરૂરી છે. આ પહેલાં સુષ્મા સ્વરાજે જાપાનના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી જાપાન પ્રવાસની તૈયારી વિશે ચર્ચા કરી હતી.
