ફિજી દેશમાં જન્મ્યું 2020ના નવા વર્ષનું પહેલું બાળક
Live TV
-
યુનિસેફ દ્વારા તે બાળકની માહિતી પણ આપવામાં આવી છે, જે નવા વર્ષનું પહેલું જન્મેલ બાળક છે. આ બાળકનો જન્મ ફિજીમાં થયો છે. 1 જાન્યુઆરીના રોજ રાત્રે 12.10 વાગ્યે બાળકનો જન્મ થયો છે.
બાળકોના કલ્યાણ માટે કામ કરનાર સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા યુનિસેફ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નવવર્ષ 2020ની પહેલી જાન્યુઆરીએ આખા વિશ્વમાં 3 લાખ 92 હજાર બાળકોએ જન્મ લીધો છે. જેમાં ભારત આગળ છે. ભારતમાં 67 હજાર 385 બાળકો જન્મ્યા છે, તો તેના પછી ચીનમાં 46 હજાર 299 બાળકોએ જન્મ લીધો છે.
યુનિસેફના આંકડા પ્રમાણે, ત્રીજા નંબર પર નાઈજિરીયા છે, જ્યાં વર્ષના પહેલા દિવસે 26,039 બાળકોએ જન્મ લીધો છે. તેના બાદ પાકિસ્તાન (16,787), ઈન્ડોનેશિયા (13,020), અમેરિકા (10,452), કાંગો (10,247) અને ઈથોપિયા (8,493)ના નામ છે.
