ફિલિપીન્સમાં ટાયફૂન માંગખુટનો કહેર, લાખો ઘરોમાં અંધારપટ
Live TV
-
ચીન, હોંગકોંગમાં પણ વાવાઝોડાએ મચાવી તબાહી
ફિલિપાઇન્સમાં શુક્રવારે મોડી રાત્રે 1.40 કલાકે માંગખુટ વાવાઝોડું ત્રાટક્યું હતું. કાગાયાન પ્રાંતમાં વાવાઝોડું 32 કિમીની ઝડપે ફૂંકાયું હતું.પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું વર્ષ ૨૦૧૮નું સૌથી શક્તિશાળી વાવાઝોડું માંગખુટ ફિલિપીન્સમાં વ્યાપક વિનાશ વેરી રવિવારે હોંગકોંગ પર ત્રાટક્યું હતું. બાગ્ગાઓ શહેરમાં મોટી સંખ્યામાં મકાનોને નુકસાન થયું છે. વીજળીના થાંભલા ઉખડી જવાને કારણે વીજપુરવઠો ઠપ થયો છે. ભૂસ્ખલનને કારણે સડકોને વ્યાપક નુકસાન થયું છે. લુઝોન ટાપુ પર હજારો હેક્ટર જમીનમાં ડાંગર અને મકાઈનો ઊભો પાક નાશ પામ્યો છે. ફિલિપીન્સમાં ૮૭,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયાં હતાં.હોંગકોંગને ધમરોળ્યા બાદ ટાયફૂન માંગખુટે ચીનના ગુઆંગડોંગના જિયાંગમેન શહેર પર ૧૬૨ કિમી પ્રતિ કલાકની ઝડપે આક્રમણ કર્યુ હતું. ચીને આગોતરાં પગલાં તરીકે પ્રાંતમાંથી ૨૪ લાખ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું.
