રાફેલ ડીલમાં ફ્રાન્સ-ભારત સરકારની ભૂમિકા નહીં- ફ્રાન્સ
Live TV
-
રફાલ ફાઈટર વિમાન સોદાને લઈને ફ્રાન્સની સરકાર અને દસોલ્ટ કંપનીએ નિવેદન આપ્યું છે. ફ્રાન્સ સરકારે કહ્યું છે કે, સોદાને પૂરો કરવા ભાગીદારની પસંદગી કરવાનો નિર્ણય ખૂદ દસોલ્ટ કંપનીનો હતો, તેમાં સરકારની કોઈ ભૂમિકા ન હતી. બીજી તરફ રફાલ ફાઈટર વિમાન બનાવનાર કંપનીએ નિવેદન આપી સરકારના નિવેદનની પુષ્ટી કરી છે. કંપનીએ કહ્યું કે, ભારતીય ભાગીદારી કંપનીની પસંદગી કરવાનો નિર્ણય સંપૂર્ણરીતે તેનો હતો અને તેમાં સરકારની કોઈ ભૂમિકા ન હતી.
