ફ્રાંસમાં સ્થિતિ થઈ રહી છે સામાન્ય,રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનેએ ઈમરજન્સી બેઠકમાં સ્થિતિની કરી સમીક્ષા
Live TV
-
ફ્રાંસમાં સ્થિતિ થઈ રહી છે સામાન્ય, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનેએ ઈમરજન્સી બેઠકમાં સ્થિતિની કરી સમીક્ષા, સગીરના મોત બાદ ફ્રાંસમાં ફાટી નીકળી હતી હિંસા
2017થી સત્તામાં આવ્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ માટે દેશમાં ફાટી નીકળેલ હિંસા પર કાબૂ મેળવવોએ સૌથી મોટો પડકાર બન્યો છે. દેશમાં પાંચ દિવસથી ચાલી રહેલી હિંસામાં સ્થિતિ થોડી સામાન્ય જોવા મળી રહી છે. ગોળીબારમાં ભોગ બનનારાના પરિવારે હિંસા બંધ કરવા અપીલ કરી છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી અને ન્યાય મંત્રી સહિત કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. બેઠકમાં સ્થિતિને સામાન્ય બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મેક્રોન આજે સંસદના નેતાઓ અને રમખાણોથી પ્રભાવિત નગરો અને શહેરોના 220 મેયરો સાથે વાતચીત કરશે. આ દરમિયાન ફાયરિંગથી અસરગ્રસ્ત પરિવારોએ રમખાણોનો અંત લાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, 2024 ઓલિમ્પિક પહેલા ફ્રાન્સની ઈમેજને મોટો ફટકો પડ્યો છે.
