Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના 5 થી 8 સપ્ટેમ્બર સુધી ભારત મુલાકાતે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરશે

    બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના 5 થી 8 સપ્ટેમ્બર સુધી ભારત મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલય પ્રવક્તા અરિંદમ બાગચીએ નિવેદન આપ્યું છે કે, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે. વિદેશમંત્રી ડો. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે. શેખ હસીના અજમેરની પણ મુલાકાત લેશે.

    બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વર્ષ 2019 બાદ બીજી વાર ભારત યાત્રાએ આવી રહ્યા છે. અરિંદમ બાગચીએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય ભાગીદારી જળવાઈ રહી છે. શેખ હસીનાની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો જળવાઈ રહેશે તથા વધુ મજબૂત બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply