રશિયાએ યુરોપને અપાતો ગેસ પુરવઠો સંપૂર્ણપણે અટકાવ્યો
Live TV
-
રશિયાએ મુખ્ય પાઈપલાઈન મારફતે યુરોપને અપાતો ગેસ પુરવઠો સંપૂર્ણ પણે અટકાવી દીધો છે. રશિયાએ મેન્ટેનન્સને કારણે પુરવઠો બંધ કરાયો હોવાનું જણાવ્યું છે. રશિયાને ઉર્જા કંપની ગ્રેઝપ્રોમે જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ સુધી આ પુરવઠો બંધ રહેશે.
યુરોપિયન દેશોએ ગેસ પુરવઠાનો યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરવાનો રશિયા પર આરોપ મુક્યો છે. રશિયાએ આ આરોપોનું ખંડન કરતા કહ્યું કે, ટેકનીકલ કારણોસર આ ગેસ પુરવઠો બંધ કરાયો છે.રશિયા ગેસ પુરવઠામાં ઘટાડો કર્યા પહેલા જર્મનીને તેની જરૂરિયાતના ત્રીજા ભાગનો ગેસ આપતું હતું. હવે રશિયાએ યુક્રેનનું સમર્થન કરનાર તમામ યુરોપિયન દેશોને અપાતા ગેસ પુરવઠામાં ઘટાડો કર્યો છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી નોર્ડ સ્ટીમ પાઇપલાઈન દ્વારા કુલ ક્ષમતાના 20 ટકા ગેસ પુરવઠો જ અપાઈ રહ્યો છે.
