બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ફરીથી હવાઇ મુસાફરી સેવાનો આરંભ થયો
Live TV
-
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ફરીથી હવાઇ મુસાફરી સેવાનો આરંભ થયો છે. બંને દેશો વચ્ચે થયેલા એર બબલ સમજૂતી અંતર્ગત ઢાકાથી બે વિમાન રવાના થયા છે. ઢાકા સ્થિત ભારતીય ઉચ્ચાયુક્ત વિક્રમ દોરઇસ્વાણી અને બાંગ્લાદેશના બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ફરીથી હવાઇ મુસાફરી સેવાનો આરંભ થયોનાગરિક ઉડ્ડયન સત્તામંડળના અધ્યક્ષ એર વાઇસ માર્શલ મફીદુર રહેમાને આ સેવાનો શુભારંભ કરાવ્યો.
કોરોના મહામારીને કારણે આશરે આઠ મહિના બાદ બંને દેશો વચ્ચે ફરીથી હવાઇ સેવાનો પ્રારંભ થયો છે. એરબબલ સમજૂતી અંતર્ગત અઠવાડિયામાં બંને દેશોમાંથી અઠ્ઠાવીસ ઉડાનનું સંચાલન થશે. બાંગ્લાદેશી એરલાઇન્સની સેવા ઢાકાથી દિલ્હી, કોલકત્તાઅને ચેન્નાઇ આવશે. જ્યારે ભારતીય વિમાન દિલ્હી, કોલકત્તા, ચેન્નાઇ અને મુંબઇથી ઢાકા જશે. આ સેવાથી બંને દેશોના મુસાફરો ખાસ કરીને આકસ્મિક આરોગ્ય સેવા ઇચ્છુક યાત્રીઓને તેનો લાભ થશે.
