સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પદ પર જજ એમી બેરેટની નિયુક્તિને મંજૂરી
Live TV
-
અમેરિકી સીનેટે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પદ માટે ન્યાયાધીશ એમી કોની બેરેટની નિયુક્તિને મંજૂરી આપી દીધી છે.
બેરેટ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રૂથ બાડેર ગિન્સબર્ગના નિધનના કારણે ખાલી થયેલા પદ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પદને સંભાળશે. બેરેટની નિયુક્તિ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા કરવામાં આવી હોવાથી રાષ્ટ્રયતિ ટ્રમ્પની મોટી જીત માનવામાં આવી રહી છે.
વર્ષ 2017માં નીલ ગોર્શ અને 2018માં બ્રેટ કેવેનોગ બાદ જજ બેરેટ ત્રીજા એવા જજ છે જેમની રિપબ્લિકન રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે. બેરેટ હાલમાં 7માં સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં ન્યાયાધીશ છે. આ પદ માટે ટ્ર્મ્પે 2017માં તેમનું નામ આપ્યું હતું.
