Skip to main content
Settings Settings for Dark

બેઈજિંગમાં યોજાનારા વિન્ટર ઓલિમ્પિકના ઉદ્ધાટન અને સમાપન સમારોહમાં ભારત નહીં લે ભાગ

Live TV

X
  • ચીનના બેઈજિંગમાં યોજાનારા વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન અને સમાપન સમારોહમાં ભારત ભાગ નહિ લે તેવી વિદેશ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે.  વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયું છે કે,બેઈજિંગ દૂતાવાસમાં યોજાનારા રાજકીય સમારોહમાં ભારતીય રાજનીતિજ્ઞો સામેલ થશે નહિ. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, અફસોસજનક બાબત એ છે કે, ચીન ઓલિમ્પિકને રાજકીય રંગ આપી રહ્યું છે. ચીને ગલવાનમાં ઘાયલ થયેલા પોતાના સૈનિકોને વિન્ટર ઓલિમ્પિકના ટોર્ચબિયરર બનાવ્યા હતા.

    બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકના ચીનના રાજકીયકરણ પર ભારતે ચિંતા વ્યક્ત કરી છે.

    આ અંગે કડક વલણ અપનાવતા ભારતે રાજદ્વારી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીન આ ગેમ્સને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે ભારતીય ટીમ ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીમાં ભાગ લેશે નહીં. બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સ 4 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply