બોમ્બ વિસ્ફોટઃ શ્રીલંકા સરકારે છ શંકાસ્પદના ફોટો કર્યા જાહેર
Live TV
-
સરકારે મૃતકોની સંખ્યા સુધારીને 369ના બદલે 253 બતાવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ ઘટનામાં 11 ભારતીય સહિત કુલ 40 વિદેશી નાગરિકોનું મૃત્યુ થયું છે.
શ્રીલંકામાં ઈસ્ટર પર્વે થયેલા હુમલામાં શ્રીલંકાની સરકારે ગુરૂવારે છ શંકાસ્પદના ફોટા જાહેર કર્યા હતા. જેમાં 3 મહિલાઓનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીએ વધુ 16 લોકોની ધરપકડ કરી છે. જેનાથી અટક કરેલ શંકાસ્પદની સંખ્યા 76 થઈ છે. એવું કહેવાય છે કે, નવ આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટ કર્યા હતા. તેમાં સ્થાનિક આતંકવાદી સંગઠન નેશનલ તહિદ જમાત એટલે NT જોડાયેલ છે. તેમણે ઈસ્ટરના દિવસે ચર્ચ અને હોટલોમાં ધડાકા કર્યા હતા. સરકારે મૃતકોની સંખ્યા સુધારીને 369ના બદલે 253 બતાવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ ઘટનામાં 11 ભારતીય સહિત કુલ 40 વિદેશી નાગરિકોનું મૃત્યુ થયું છે.
