બ્રિટનની કોર્ટે ભાગેડૂ નીરવ મોદીની જામીન અરજી નકારી
Live TV
-
પીએનબી કૌભાંડ મામલામાં ભાગેડૂ જાહેર નીરવ મોદી આજે લંડનના વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ થયો હતો. જેમાં કોર્ટે નીરવ મોદીની જામીન અરજી નકારી દીધી. ગત વખતે 29 માર્ચે કોર્ટમાં રજૂ નીરવ મોદીની જામી અરજી ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બથનોટે નકારી હતી.
લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે પીએનબી કૌભાંડમાં ભાગેડૂ નીરવ મોદીની જામીન અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન નીરવ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ થયો હતો. નીરવ મોદીની ધરપકડ ગત મહિન થઈ હતી અને તે સમયથી તે દક્ષિણ-પશ્ચિમ લંડનની વૈંડ્સવર્થ જેલમાં બંધ છે. મહત્વનું છે કે નીરવ મોદી ગત 29 માર્ચે કોર્ટમાં રજૂ થયો હતો. ત્યારે ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બથનોટે તેની જામીન અરજી નકારી દીધી હતી.
પીએનબી કૌભાંડ મામલામાં ભાગેડૂ નીરવ મોદી લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ થયો હતો. જેમાં કોર્ટે નીરવ મોદીની જામીન અરજી રદ્દ કરી દીધી છે. ગત 29 માર્ચે કોર્ટમાં રજૂ નીરવ મોદીની જામીન અરજી ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બથટોને રદ્દ કરી દીધી હતી. ગત વર્ષે જાન્યુઆરીમાં પીએનબી કૌભાંડનો ખુલાસો થયો હતો.
