શ્રીલંકા શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન યથાવત્
Live TV
-
શ્રીલંકા શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન યથાવત છે. હુમલા સાથે જોડાયેલ લોકો સુધી પહોંચવા મોટી માત્રામાં સુરક્ષા દળો ના જવાનો તૈનાત કરાયા છે. આ વચ્ચે શ્રીલંકાએ નેશનલ તૌહીદ જમાતના મુખ્યાલય પર દરોડા પાડ્યા હતા. જેની પર ગઇકાલે જ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પોલીસે બે મુખ્ય સંદિગ્ધો અને એક આતંકવાદીના ભાઈની પણ ધરપકડ કરી હતી. આ અગાઉ સુરક્ષાદળોએ શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટ બાદ શુક્રવારે થયેલી અથડામણમાં હુમલાના માસ્ટરમાઇન્ડના બે ભાઈઓ અને પિતાને મારવાનો દાવો કર્યો હતો.
