બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે નવા મંત્રી મંડળની રચના કરી
Live TV
-
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે નવા મંત્રી મંડળની રચના કરી છે. જેરેમી હન્ટ નાણા મંત્રી, બેન વોલેસ સંરક્ષણ મંત્રી, ડોમિનિક રાબ નાયબ પ્રધાનમંત્રી અને સુએલા બ્રેવરમેન ગૃહ મંત્રી બન્યા છે. નાણાકીય બજારોમાં ઉથલ પાથલના પગલે પૂર્વ પ્રધાનમંત્રી લિઝ ટ્રુસે 11 દિવસ પહેલાં નાણાંમંત્રી તરીકે જેરેમી હન્ટની નિમણૂક કરી હતી. કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ડોમિનિક રાબને નાયબ પ્રધાનમંત્રી ઉપરાંત કાયદા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. બેન વોલેસને સંરક્ષણમંત્રી તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને જુલાઈ 2019માં સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા અને લિઝ ટ્રસ સરકારમાં પણ તેમને આ પદ પર રાખવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી પદની ચૂંટણીમાં રિશી સુનકના હરીફ પેની મોર્ડેન્ટ હાઉસ ઓફ કોમન્સના નેતા તરીકે વરણી પામ્યા છે. ગઈકાલે બર્કિંઘમ પેલેસમાં કિંગ ચાર્લ્સ ત્રીજાને મળ્યા બાદ ઋષિ સુનક સત્તાવાર રીતે બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા છે.
