બ્રિટનમાં આજે લિઝ ટ્રઝ અથવા ઋષી સુનકમાંથી કોઈ એક બનશે PM
Live TV
-
બ્રિટનના આગામી પ્રધાનમંત્રીના નામની આજે જાહેરાત થશે. આજે વિદેશ સચિવ લિઝ ટ્રસ અને પૂર્વ નાણામંત્રી ઋષી સુનક માંથી કોઇ એક ને પ્રધાનમંત્રી જાહેર કરવામાં આવશે. આ નવા નેતા પૂર્વ પ્રધાનમંત્રી બોરીસ જોન્સનનું સ્થાન લેશે. બ્રિટનના પ્રધાનમંત્રીને એવી એક અર્થ વ્યવસ્થા વારસામાં મળશે જે વર્ષના અંતથી મંદીમાં સપડાયેલી છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હાલમાં બ્રિટનમાં 40 વર્ષની સર્વાધીક મોંઘવારી જોવા મળી રહ્યો છે. તેનો સામનો કરવો મોટો પડકાર છે. એક એહેવાલ પ્રમાણે બ્રિટનમાં ગંભીર ઉર્જા સંકટ અને મોંઘવારીના કારણે સામાન્ય માણસોની મુશ્કેલીઓ વધી રહી છે.
