બ્રેક્ઝિટ: 12 ડિસેમ્બરે ચૂંટણી
Live TV
-
બ્રેક્ઝિટના મૂદ્દાના નિવારણ માટે 12 ડિસેમ્બરે બ્રિટનમાં ચૂંટણી યોજાશે. પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનને સંસદના હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોની મળી બહુમતી
બ્રેક્ઝિટ વિશે બ્રિટનના રાજકારણમાં દરેક પસાર થતો દિવસ મહત્વપૂર્ણ બનતો જાય છે, ત્યારે ગઈકાલે પ્રધાનમંત્રી બોરીસ જ્હોનસનને રાહત મળી. જ્યારે બ્રિટનમાં નીચલા ગૃહના સાંસદોએ 12 ડિસેમ્બરે સામાન્ય ચૂંટણી યોજવાના પક્ષમાં મત આપ્યો. સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં, 438 સાંસદોએ 12 ડિસેમ્બરની ચૂંટણીની તરફેણમાં મતદાન કર્યું હતું અને 20 લોકોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
હવે બ્રિટનમાં 12 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને પરિણામ પણ 13 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષમાં બ્રિટનની આ પાંચમી સામાન્ય ચૂંટણી હશે. જો પ્રધાનમંત્રી જોહન્સન આગામી ચૂંટણીમાં બહુમતી જીતે , તો તે યુરોપિયન યુનિયનથી પોતાની શરતો પર અલગ થઈ જશે. પરંતુ, જો કોઈ અન્ય પક્ષ જીતે અથવા બીજા કોઈ પ્રધાનમંત્રી બને, તો પછી બ્રિટિશ લોકો સમક્ષ બ્રેક્ઝિટના મુદ્દા પર બીજો લોકમતનો પ્રસ્તાવ મૂકી શકે છે.
