ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દિકીની અફઘાનિસ્તાનમાં હત્યા
Live TV
-
અફઘાનિસ્તાનનાં કાંધારમાં કવરેજ કરતા સમયે તેમની હત્યા કરવામા આવી
અફઘાનિસ્તાનમાં વણસતી જતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દિકીની હત્યા થઈ છે. અફઘાનિસ્તાનનાં કાંધારમાં કવરેજ કરતા સમયે તેમની હત્યા કરવામા આવી છે. અહી ઉલ્લેખનીય છે કે દાનીશે તાજેતરમાં જ અફઘાનિસ્તાનના સ્પેશ્યલ ફોર્સિસના મિશન અંગે રિપોર્ટીંગ કર્યુ હતું. તેમની ગણના દૂનિયાનાં શ્રેષ્ઠ ફોટો પત્રકારત્વમા થતી હતી. આ સાથે રોહિંગ્યા બાબતોના કવરેજ માટે તેમને પુલીત્ઝર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાની કારકીર્દી ટી.વી. પત્રકારત્વથી શરુ કરી હતી. અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત ફરીદ મામુન્દજઈએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. આ સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કરીને તેમના નિધન અંગે દુખ વ્યક્ત કર્યુ છે.
