વિદેશમંત્રી એસ.જયશંકરે તાશ્કંદમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત કરી
Live TV
-
વિદેશ મંત્રી એસ જયશંકરે તાશ્કંદમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત કરી હતી. તેમણે અફઘાનિસ્તાનની વર્તમાન કથળતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે અફઘાનિસ્તાનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે ભારતનુ પુર્ણ સમર્થન છે. આ બેઠક બહુપક્ષીય કનેક્ટિવિટી પરિષદ અંતર્ગત યોજાઈ હતી. તેમણે એક ટ્વિટ કરીને કહ્યુ કે રાષ્ટ્રપતિ અશરફ ગનીને મળીને આનંદ અનુભવુ છુ. તેઓ તજાકિસ્તાનની રાજધાની દુશાંબેની બે દિવસીય મુલાકાત બાદ તાશ્કંદ પહોચ્યા હતા. તેમણે દુશાંબેમાં શાંઘાઈ સહકાર સંગઠનના વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે આ બેઠકમાં કહ્યું હતું કે, અફઘાનિસ્તાનનું ભવિષ્ય તેનો ભૂતકાળ ન હોઈ શકે તથા કહ્યુ કે વિશ્વ હંમેશા હિંસા અને તાકાતના બળ પર સત્તા કબજે કરવાની વિરુદ્ધમા હોય છે.
