ભારતીય મૂળના પ્રીતિ પટેલ બન્યા બ્રિટનના ગૃહમંત્રી
Live TV
-
નવનિયુક્ત પ્રધાનમંત્રી બોરિસ જોન્સને પ્રીતિ પટેલની ગૃહમંત્રી તરીકે કરી નિમણુંક
બ્રિટનમાં પ્રધાનમંત્રી બોરીસ જોન્સને ભારતીય મૂળના પ્રીતિ પટેલને ગૃહમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. નવા ગૃહમંત્રી પ્રીતિ પટેલ પૂર્વ પ્રધાનમંત્રી થેરેસા મેની બ્રેકઝ્ટિ રણનીતિના સૌથી પ્રખર ટીકાકારોમાંના એક હતા. પોતાની નિયુક્તિ બાદ તેમણે કહ્યું કે, કેબિનેટમાં આધુનિક બ્રિટન અને આધુનિક કન્ઝર્વેટીવ પાર્ટીનું પ્રદર્શન મહત્વપૂર્ણ છે. 47 વર્ષીય પ્રીતિ પટેલ સૌથી પહેલાં 2010માં કન્ઝર્વેટીવ પાર્ટી તરફથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તો બોરીસ જોન્સને ડોમીનીક રોબને દેશના નવા વિદેશમંત્રી નિયુક્ત કર્યા છે..
