ભારતે પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો દુરુપયોગ કરવાનો લગાવ્યો આરોપ
Live TV
-
ભારતે પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને આ મંચનો ઊપયોગ ભારત વિરુઘ્ધ દુર્ભાવના ફેલાવવા માટે કર્યો છે.પાકિસ્તાન પોતાના લઘુમતીઓની સુરક્ષા કરવામાં અસફળ રહ્યું છે માટે તેને ભારતને ઊપદેશ દેવાનો કોઈ અધિકાર નથી તેમ ભારતે જણાવ્યું હતું તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટેનિયો ગુટરેસે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તાલીબાન સરકાર સાથે મધ્યસ્થી કરવાની પોતાની ક્ષમતાને ઘણી મર્યાદિત ગણાવી છે.એન્ટેનિયો ગુટરેસે કહ્યુ છે કે અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસોની અપેક્ષા રાખવી નિરાધાર છે કારણ કે ત્યાં હજુ પણ આંતરરાષ્ટ્રીય સંગઠનોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે.તેમણે વિશ્વના તમામ દેશોના પ્રયાસોથી જ અફઘાનિસ્તાનની વિકટ સ્થિતિનું સમાધાન થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
