ભારતે બ્રિટેનના ગ્લાસગોમાં કોપ 26 પરિષરમાં વૈશ્વિકસમુદાયને સૌર ઊર્જાને પ્રાધાન્ય આપવા કરી વિનંતી
Live TV
-
ભારતે ગઇકાલે બ્રિટેનના ગ્લાસગોમાં કોપ 26 આબોહવા પરિવર્તન પરિષદમાં વૈશ્વિકસમુદાયને સૌર ઊર્જાને પ્રાધાન્ય આપવા વિનંતી કરી હતી. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ અંગે યુકેની ભાગીદારીમાં ગ્રીન ગ્રીડ ઇનિશિયેટિવ-વન સન, વન વર્લ્ડ વન ગ્રીડ થીમ પર એક વિશેષ કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. યાદવે કહ્યું કે, ક્ષેત્રીય સહકાર અને અલ્પ ઉત્સર્જનવાળા વિદ્યુત સિસ્ટમમાં ફેરફાર કરવા માટે ગ્રીડ ઇન્ટરકનેક્શન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તમામ વક્તાઓએ COP- 26 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેયુકેના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન દ્વારા સંયુક્ત રીતે જાહેર કરાયેલ ગ્રીન ગ્રીડ પહેલને મજબૂત સમર્થન આપ્યું હતું.
