ભારત-અમેરિકા વચ્ચે 27 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે 2+2 બેઠક
Live TV
-
અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રક્ષા મંત્રી માર્ક એસ્પર પોતાની બે દિવસની યાત્રા પર ભારત આવી રહ્યા છે. બન્ને પ્રતિનિધિઓ 27 ઓક્ટોમ્બરે થવા જઈ રહેલી 2+2 વાર્તામાં ભાગ લેવા આવવાના છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
26 અને 27 ઓક્ટોબરે ભારત પ્રવાસ પર આવશે
ભારત અને અમેરિકાની વચ્ચે 2+2 વાર્તાની તારીખો નક્કી થઈ ગઈ છે. ત્રીજી 2+2 મંત્રીસ્તરીય બેઠક દિલ્હીમાં 27 ઓક્ટોબરે આયોજીત કરવામાં આવશે. બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર ભાગ લેશે. આ બેઠક માટે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રક્ષા મંત્રી માર્ક ઈસ્પર 26 અને 27 ઓક્ટોબરે ભારત પ્રવાસ પર આવશે.
પહેલી બેઠક 2018માં દિલ્હીમાં થઈ હતી
પહેલી બેઠક 2018માં દિલ્હી અને બીજી 2019માં વોશિંગટનમાં થઈ હતી. ત્રીજી બેઠકનો હેતુ ક્ષેત્રીય, દ્વિપક્ષીય અને પરસ્પર મહત્વના વૈશ્વિક મુદ્દા થશે. આ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે તે ચર્ચાને લઈને ઉત્સુક છે.
