Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક સ્તર પર ઉજવવામાં આવી રહ્યો છે 'સ્નો લેપર્ડ ડે', જાણો તેના વિશે વિગતે 

Live TV

X
  • આજે એટલે કે 23 ઓક્ટોબરે વૈશ્વિક સ્તર પર 'સ્નો લેપર્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી રહી છે. વૈશ્વિક સ્તર પર સ્નો લેપર્ડની રક્ષાના મહત્વ વિશે જાગૃતી ફેલાવવાના ઉદ્દેશથી 23 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય સ્નો લેપર્ડ ડેની ઉજવણી કરવામાં આવે છે. સ્નો લેપર્ડને હિમાચલ પ્રદેશના રાજકીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે. 

    વિશ્વભરમાં ચિંતા

    સ્નો લેપર્ડને બચાવવા માટે વિશ્વભરમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચામડા માટે કરવામાં આવતો શિકાર તેમની સંખ્યામાં થતા ઘટાડાનું મુખ્ય કારણ ગણવામાં આવે છે. ઉચ્ચ હિમાલયમાં વધતી જતી મનુષ્યોની હાજરીના કારણે તેમની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. 

    સ્નો લેપર્ડ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જંગ લડી રહ્યા

    ભારતમાં સ્નો લેપર્ડ લગભગ 1 લાખ 30 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા છે. ભારત સરકારે સ્નો લેપર્ડને હિમાલયની પ્રમુખ પ્રજાતિઓમાં સામેલ કર્યા છે. તેમને ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલયી ક્ષેત્રની શાન ગણવામાં આવે છે. સ્નો લેપર્ડ હિમાચલ પ્રદેશનું રાજકીય પ્રાણી હોવા છત્તા હાલ સ્નો લેપર્ડ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જંગ લડી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply