ભારત-ચીન સરહદ વિવાદ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ઠેરવ્યું દોષિત
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન સરહદ વિવાદ બાબતે ચીનને ઠેરવ્યું દોષિત, કહ્યું, કાર્યવાહીથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનો વાસ્તવિક ચહેરો સામે આવ્યો - હોંગકોંગમાં આક્રમક નીતિ અપનાવવા બદલ પણ ચીનને ગણાવ્યું દોષિત
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર અતિક્રમણનો આરોપ લગાવ્યો છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેલીગ મૈકનેનીએ આ અંગે જણાવ્યું હતું કે, ભારત-ચીન સીમા પર ચીનનું અતિક્રમણએ વિશ્વના અન્ય મોટા ભાગોમાં કરાયેલા અતિક્રમણ અનુરૂપ જ છે.
તેમણે જણાવ્યું હતું આ કાર્યવાહીથી ચીનનો કોમ્યુનિસ્ટ પાર્ટીનો વાસ્તવિક ચેહરો સામે આવી ગયો છે. છેલ્લા મહિનાઓમાં ચીનની આંતરિક સ્થિતિ અને એશિયાઈ ક્ષેત્રમા ચીનની ગતિ વિધિ ને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું.
