સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંક 1 કરોડને પાર, અમેરિકા બાદ બ્રાઝિલમાં નોંધાયા સૌથી વધુ કેસ
Live TV
-
વિશ્વભરમાં કોરોના માહામારીનો પ્રકોપ દિન-પ્રતિદિન આગળ વધી રહ્યો છે. વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક 1 કરોડ 10 લાખને પાર થઈ ગયો છે. જ્યારે આ મહામારીના કારણે 5 લાખ 24 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
અમેરિકા બાદ બ્રાઝિલની સ્થિતિ વધુ ખરાબ
આ મહામારીના કારણે સૌથી વધુ પ્રભાવીત અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27 લાખ 53 હજાર વધુ થઈ ગઈ છે. જ્યારે એક લાખ 29 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. કોરોના મહામારીના કારણે અમેરિકા બાદ બ્રાઝિલની હાલત સૌથી વધુ ખરાબ થઈ છે.
બ્રાઝિલમાં 14 લાખ 84 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા
બ્રાઝિલમાં 14 લાખ 84 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યાં છે. જેમાંથી 61 હજાર 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. રશિયામાં 6 લાખ 60 હજારથી વધુ લોકો કોરોના સંક્રમણનો શિકાર બની ચુક્યાં છે જ્યારે આ વાઈરસના કારણે 9 હજાર 950 લોકો મોતને ભેટ્યાં છે.
