વિશ્વભરમાં કોરોના મહામારીના પ્રકોપમાં વધારો, અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોએ ગુમાવ્યા જીવ
Live TV
-
વિશ્વભરમાં કોરોના માહામારીનો પ્રકોપ દિન-પ્રતિદિન આગળ વધી રહ્યો છે. વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક 1 કરોડ 11 લાખને પાર થઈ ગયો છે. જ્યારે આ મહામારીના કારણે 5 લાખ 28 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર કોરોનાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 28 લાખ 36 હજાર પાર થઈ છે. જ્યારે એક લાખ 29 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે.
કોરોના મહામારીના કારણે અમેરિકા બાદ બ્રાઝિલની હાલત સૌથી વધુ ખરાબ થઈ છે. બ્રાઝિલમાં 15 લાખ 49 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યાં છે. 61 હજાર 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. રશિયામાં 6 લાખ 73 હજારથી વધુ લોકો કોરોના સંક્રમણનો શિકાર બની ચુક્યાં છે. જ્યારે આ વાઈરસના કારણે 10 હજારથી વધુ લોકો મોતને ભેટ્યાં છે.
