PM મોદીની શુભેચ્છાના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'આભાર દોસ્ત.'
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના 244મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાવાસીઓને શુભેચ્છા આપી હતી. પ્રધાનમંત્રીના સંદેશના જવાબમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટના જવાબમાં કહ્યું કે, 'આભાર મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે.'
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં દર વર્ષે 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 4 જુલાઈ 1776ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્વતંત્ર થયાની ઘોષણા થઈ હતી. જો કે કોરોના સંક્રમણને પગલે આ વર્ષે અમેરિકામાં સ્વતંત્રતા દિવસને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉજવવામાં આવ્યો.
જો કે સ્વતંત્રતા દિવસ પર બીચ અને બાર બંધ કરવામાં આવ્યા હતા, જેથી લોકો ઘરની બહાર ન નીકળે. અમેરિકી અધિકારીઓએ લોકોને સ્વતંત્રતા દિવસ પર આત્મ નિયંત્રણ રાખવાની અપીલ કરી હતી.
