મ્યાનમારઃ ખાણનું ભૂસ્ખલન થવાથી 126 લોકોના મોત
Live TV
-
ઉત્તરી મ્યાનમારમાં કાચિન પ્રાંતના હપાકાંત વિસ્તારમાં ખાણનું ભૂસ્ખલન થવાથી 126 ખાણ મજૂરોના મોત થયા છે અને અનેક લોકો ગાયબ છે.
મ્યાનમારના ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, ખાણમાંથી 126 લાશો કાઢવામાં આવી છે અને મૃત્યુનો આંક હજુ વધી શકે છે. આ વિસ્તારમાં વધુ વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની હતી. આ વિસ્તારમાં જૈડ ખાણ વિશ્વની સૌથી મોટી ખાણમાંની એક છે. જૈડ એક ચમકદાર રત્ન હોય છે, જે ઘરેણાં બનાવવામાં કામ લાગે છે.
