ભારત સામે એફ-16 નાં ઉપયોગ અંગે અમેરિકાએ માંગ્યો પાક. પાસે જવાબ
Live TV
-
અમેરિકાએ પાકિસ્તાન પાસેથી ભારત વિરૂધ્ધ એફ-16 લડાકુ વિમાનના ઉપયોગ બદલ જવાબ માંગ્યો છે.વાસ્તવમાં અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થયેલ સંધિ અનુસાર એફ-16 વિમાનનો ઉપયોગ અમેરિકાની મંજૂરી વિના કરી શકાય નહીં.
અમેરિકા વિદેશ વિભાગે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે તેને આ પ્રમાણેની જાણકારી મળી છે. પણ પાકિસ્તાન પાસેથી વધુ જાણકારી માંગવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ 28 ફેબ્રુઆરીએ કેટલાક એવા પુરાવામાં આપ્યા હતા કે પાકિસ્તાને કાશ્મીરના સૈન્ય દળો પર હુમલા કરવા માટે એફ-16 લડાકુ વિમાનનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાને આ વિમાનના ઉપયોગનું ખંડન કર્યું છે.
અમેરિકાના રક્ષામંત્રાલયની રક્ષા સુરક્ષા અને સહયોગ એજન્સી અનુસાર એફ-16 વિમાન પાકિસ્તાનને આતંકવાદ વિરૂદ્ધની કાર્યવાહીમાં પાકિસ્તાનની રક્ષા ક્ષમતામાં વૃદ્ધિ માટે આપવામાં આવ્યા છે.
