ભ્રષ્ટાચારના આરોપી પૂર્વ પાક. PM નવાઝ શરીફને 10 વર્ષની સજા
Live TV
-
કોર્ટ નવાઝ શરીફને 80 લાખ પાઉન્ડ અને તેમની પુત્રીને 20 લાખ પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને 10 વર્ષ અને તેમની દીકરી મરિયમને 7 વર્ષ જેલની સજા કોર્ટે સંભળાવી છે. આ પહેલાં શુક્રવારે 7 દિવસ નિર્ણય ટાળવાની નવાઝ, મરિયમ અને સફદરની અરજી કોર્ટે રદ કરી લીધી હતી.
લંડનમાં ગેરકાયદેસર રીતે એકઠી કરેલી સંપત્તિ કેસમાં આ નિર્ણય આવ્યો છે. પનામા પેપર્સ કાંડમાના એક ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ હવે મરિયમના રાજકીય ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત નવાઝ શરીફના જમાઇ કેપ્ટન સફદરને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો સાથે સહયોગ નહીં કરવા બદલ પણ એક વર્ષની સજા ફટકારી હતી.
કોર્ટ નવાઝ શરીફને 80 લાખ પાઉન્ડ અને તેમની પુત્રીને 20 લાખ પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે.
