વિજય માલ્યા મામલે UK કોર્ટનો નિર્ણય ભારતીય બેંકોના પક્ષમાં
Live TV
-
એસબીઆઈના એમડીએ કહ્યું હતુંકે બ્રિટિશ કોર્ટના ચુકાદા બાદ આશા છે કે રકમનો મોટો હિસ્સો મળી જશે.
બ્રિટિશ હાઈકોર્ટે બ્રિટનના એનફોર્સમેન્ટ ઓફિસરને લંડનની પાસે હર્ટફોર્ડશાયરમાં વિજય માલ્યાની પ્રોપર્ટીમાં તલાશી અને જપ્તીની મંજૂરી આપી દીધી છે. આ આદેશ ભારતીય બેંકોના પણ પક્ષમાં છે. ભારતીય બેંકો માટે હવે વિદેશમાં માલ્યાની સંપત્તિ ફ્રીઝ કરી વસૂલાત કરવી સરળ થઈ જશે.
એસબીઆઈના એમડીએ કહ્યું હતુંકે બ્રિટિશ કોર્ટના ચુકાદા બાદ આશા છે કે રકમનો મોટો હિસ્સો મળી જશે. એસબીઆઈના નેતૃત્વમાં 13 બેંકોના કંજોર્શિયમે માલ્યાની કિંગફિશર એરલાઇન્સને લોન આપી હતી. 31 જાન્યુઆરી 2014 સુધી માલ્યા પર બેંકોના રૂ. 6,963 કરોડ બાકી છે. પ્રોપર્ટી 2016 સુધી આ રકમ લગભગ 9,000 કરોડ થઈ ગઈ. લોન ચૂકવણીનું દબાણ વધ્યું તો માર્ચ 2016માં માલ્યા વિદેશ ભાગી ગયો.
