POKમાં આતંકીઓને શરણ આપવા બદલ સ્થાનિકોનું પાક. વિરોધી પ્રદર્શન
Live TV
-
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં થઈ રહેલ વધારાથી ત્યાંના સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે.
પીઓકેના સ્થાનિક લોકોએ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ઈસ્લામાબાદ પર લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોને શરણ અને તાલીમ આપવાનો આરોપ લગાવ્યો હતો.
પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાવલકોટમાં સ્થાનિક લોકોએ તેમના વિસ્તારમાં વધતી જતી આતંકી પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો હતો. પ્રદર્શન કરી રહેલા રાજકીય કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોનું કહેવું છે કે, અહીંયા આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છ, તેના માટે સીધે સીધી ઈસ્લામાબાદની સરકાર જવાબદાર છે.
