મધ્ય અમેરિકામાં એટા વાવાઝોડાના કારણે તબાહી, 18ના મોત
Live TV
-
વાવાઝોડા એટાના કારણે મધ્ય અમેરિકામાં મુશળાધાર વરસાદ અને ભયાનક પૂર આવ્યું છે. વાવાઝોડાના કારણે 18 લોકોના મોત પણ થયા છે અને રસ્તાઓ પર ઘણી જગ્યાએ કમર સુધી પાણી ભરાઈ ગયા છે.
તાજેતરના વર્ષોમાં મધ્ય અમેરિકા સાથે ટકરાનાર ભયંકર વાવાઝોડામાં એટા સામેલ છે, જે 3 નવેમ્બરે નિકારાગુઆમાં 150 મીલ પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે આવ્યું હતું. ભારે વરસાદ અને સાથે વાવાઝોડાના કારણે લોકોના મકાનો અને રસ્તાઓને ભારે નુકશાન થયું છે, જેના કારણે હજારો લોકોએ આશ્રિત ગૃહમાં આશરો લેવો પડ્યો છે.
ઉપરાંત અમેરિકાના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં ક્યૂબા અને દક્ષિણ ફ્લોરિડામાં પણ એટા વાવાઝોડું આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.
