મેક્સિકો વિરુદ્ધ કડક કાર્યવાહીની ધમકી આપતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
Live TV
-
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જણાવ્યું છે કે, અમેરિકા આગામી સપ્તાહે પોતાની દક્ષિણ સરહદ બંધ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, મેક્સિકો ગેરકાયદે ઇમિગ્રન્ટસને નહીં રોકે તો આગામી સપ્તાહે અમેરિકા પોતાની દક્ષિણ સરહદને બંધ કરી દેશે કે સીમા પર ભારે નિયંત્રણો લાદી દેશે.
મેક્સિકો વિરુદ્ધ કડક કાર્યવાહીની ધમકી આપતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જણાવ્યું છે કે, અમેરિકા આગામી સપ્તાહે પોતાની દક્ષિણ સરહદ બંધ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, મેક્સિકો ગેરકાયદે ઇમિગ્રન્ટસને નહીં રોકે તો આગામી સપ્તાહે અમેરિકા પોતાની દક્ષિણ સરહદને બંધ કરી દેશે કે સીમા પર ભારે નિયંત્રણો લાદી દેશે. જે ત્રણ દેશોના નાગરિકો ગેરકાયદે અમેરિકામાં આવી રહ્યા છે તે દેશોને અપાતી સહાયમાં પણ અમેરિકાએ કાપ મૂકી દીધો છે. અમેરિકા વહીવટીતંત્ર અલ સાલ્વાડોર, હોન્ડુકસ અને ગ્વાટેમાલા જેવા દેશોને અપાતી મદદમાં કાપ મૂકી ચૂક્યું છે. પરંતુ મેક્સિકો સરહદ હજી સીલ કરી નથી.
