યુક્રેને રશિયા દ્વારા કબ્જે કરાયેલા ક્ષેત્રો પર ફરીથી પોતાનો દાવો કર્યો
Live TV
-
ઝાપો-રિજ્જિયા પર રશિયાના ઉપરા છાપરી હુમલાઓ યથાવત છે. હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત નીપજયાં છે. યુક્રેને રશિયા દ્વારા કબ્જે કરાયેલા ક્ષેત્રો પર ફરીથી પોતાનો દાવો કર્યો છે. સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સીના પ્રમુખ કીવના પ્રવાસે છે. આ તરફ યુરોપના 44 દેશોના નેતાઓએ ગુરૂવારે પ્રાગમાં યુરોપિયન પોલિટિક્લ કમ્યુનિટી યુક્રેન પર હુમલાને લઈને રશિયા વિરોધી એક જૂથતાનો સંદેશ આપ્યો હતો. આ સંમેલનમાં યુરોપિયન સંઘના 27 સભ્ય દેશોની સાથે-સાથે પ્રાગ અને પૂર્વીય યુરોપના દેશો તથા બ્રિટન અને તુર્કી સામેલ થયા હતાં. યુરોપિયન દેશોના નેતાઓએ ઊર્જા સંકટ સહિત અનેક મુદ્દાઓના સમાધાન પર ચર્ચા કરી હતી. આ બધા દેશોએ એક સાથે યુક્રેન પર કરાયેલા રશિયાના હુમલા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. યુરોપિયન સંઘના સભ્ય દેશોએ મોસ્કો વિરુધ્ધ પ્રતિબંધોની આઠમી બેચને અંતિમ મંજૂરી આપી હતી.
