વિદેશમંત્રીએ કીવી ઇન્ડિયન રોલ ઓફ ફેમ એવોર્ડ 2022 સમારંભમાં ભાગ લીધો
Live TV
-
વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે કોવિડના કપરા સમયમાં ન્યૂઝીલેન્ડથી પાછા ફરેલા અને વિઝા રિન્યુ નહીં કરી શકનાર ભારતીય વિદ્યાર્થીઓને ઝડપથી વિઝા આપવા ભારપૂર્વક રજૂઆત કરી છે. તેમણે ભારતમાં ઉપલબ્ધ કુશળ માનવબળનો ઉલ્લેખ કરીને ન્યૂઝીલેન્ડની વિવિધ ક્ષેત્રની માંગણીઓ સંતોષવા ભારત સક્ષમ હોવાનું પણ જણાવ્યું હતું. ન્યૂઝીલેન્ડના વિદેશમંત્રી નાનૈયા મહુતા સાથેની દ્વિપક્ષીય વાતચીતમાં વિદેશમંત્રીએ આ મુજબ રજૂઆત કરી હતી. ગઇકાલે ઓક્લેન્ડમાં MODI@20 ડ્રીમ્સ મીટ ડિલીવરી પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું અને કીવી ઇન્ડિયન રોલ ઓફ ફેમ એવોર્ડ 2022 સમારંભમાં ભાગ લીધો હતો. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિકા આર્ડનની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય લોકોને તેમની અસાધારણ સિદ્ધિઓ અને ન્યૂઝીલેન્ડના વિકાસમાં આપેલા યોગદાન માટે સન્માનિત કરાયા હતા.
