Skip to main content
Settings Settings for Dark

યુરોપમાં રેકોર્ડ બ્રેક ગરમી, અગનવર્ષા થઇ રહી છે

Live TV

X
  • દુનિયાનો ઠંડ઼ગાર ગણાતો યુરોપ ખંડ અને તેના અનેક દેશો ભીષણ ગરમી અને લૂનો સામનો કરી રહ્યાં છે. રોજે રોજ યુરોપની ગરમી જુના રેકોર્ડ ઓગાળી નવા રેકોર્ડ બનાવી રહી છે.

    સામાન્ય રીતે ગરમીમાં વાહન સળગવા કે ગરમીથી મોત થવા અથવા ગરમીમાં શોટ સર્કિટથી આગ લાગવી જેવા દશ્યો આપણા ત્યાં સમાન્ય છે. પણ યુરોપ જેવા ઠંડા પ્રદેશમાં આવું થાય તો. અવળી ગંગા વહેતી હોય તેમ દુનિયાનો ઠંડ઼ગાર ગણાતો યુરોપ ખંડ અને તેના અનેક દેશો ભીષણ ગરમી અને લૂનો સામનો કરી રહ્યાં છે. રોજે રોજ યુરોપની ગરમી જુના રેકોર્ડ ઓગાળી નવા રેકોર્ડ બનાવી રહી છે.

    ફ્રાંસમાં છેલ્લાં 7 દાયકાની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. તો છેલ્લાં 500 વર્ષમાં પારો આટલો ઉંચે ગયો નથી. જેના પગલે બેલ્જીયમ રોયલ મેટિયોરોલોજીકલ સંસ્થાના મુખ્ય આગાહીકાર ડેવિડ ડેહેનાવુ કહેવું છે કે, યુરોપ ખંડનું તાપમાનમાં હજી એક બે ડીગ્રીનો વધવાની સંભાવના છે. બેલ્જીયમમાં 1833 પછી પારો 39ને પાર પહોંચ્યો છે. તો ઓસ્ટ્રિયાના સ્ટીરિયા ખાતે 2 વર્ષના બાળકનું તો ફ્રાંસમાં પાંચ લોકોના ગરમીના કારણે મોત થયા છે. ફ્રાંસ સરકારે નાગરિકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. છેલ્લાં બે દિવસમાં પેરીસનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચુ છે. જે આ પહેલા 1947માં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સ્થાનિક હવામાન વિભાગના મુજબ ઉત્તર આફ્રિકાથી આવતા ગરમ પવનના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. તો, આગામી દિવસોમાં લંડનમાં તાપમાન 39 ને પાર થવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે. જર્મની, નીધરલેન્ડ અને સ્વીઝરલેન્ડમાં પારો 40ને પાર જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    સાવચેતીના પગલે ફ્રાંસ સરકારે દેશના બે પાવર પ્લાન્ટ બંધ કરી દીધા છે. જો કે હાલ યુરોપના 72 ટકા વિસ્તાર ગરમીનો માર સહન કરી રહ્યો છે. જ્યારે 70000થી લોકોક ગરમીના કારણે પ્રભાવિત થયા છે. વિશ્વ હવામાન સંસ્થાના ક્લાયમેટ અને વોટર ડિપાસ્ટમેન્ડના વિભાગના ડિરેક્ટર જોહાન્સ કુલમેને બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના તીવ્ર અને વ્યાપક ગરમી માનવ દ્વારા સર્જિત છે. આ તીવ્ર ગરમી પુરાવો છે કે વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસ કેટલી નુકસાન કારક છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply