Skip to main content
Settings Settings for Dark

યુરોપિયન પુરાતત્વવિદ્દોએ 1200 વર્ષ પહેલા ડુબેલ મંદિર શોધ્યુ

Live TV

X
  • .યુરોપિયન પુરાતત્વવિદ્દોએ લગભગ 1200 વર્ષ પહેલાં યુરોપનું ડૂબી ગયેલા શહેરનું એક રહસ્યમય ખંડેર મંદિર શોધી કાઢ્યું છે. ઈજીપ્તના ઉત્તર કાંઠે આવેલા હેરક્લેઓન શહેર સદીઓથી પાણીમાં ખોવાઈ ગયું હતું. હેરક્લેઓન શહેરને "ઇજિપ્તની એટલાન્ટિસ" પણ કહેવામાં આવતું હતું

    આજે અમે તમને પાણીમાં ડુબેલા યુરોપના તે શહેર વિશે જણાવીશું જે 1200 વર્ષ પહેલાં જળમગ્ન થયુ હતું.પરંતુ તેના અવશેષો આજે પણ એકદમ સુરક્ષિત છે.અને તેના હોવાના પુરાવા આજે પણ સમુદ્રના ઉંડાણમાં છે.

    વિઓ-1
    દુનિયામાં ઘણા એવા રહસ્યો છે, જેના વિશે આજ સુધી કોઈ ખુલાસા નથી થઇ શક્યા. ત્યારે આજે અમે તમને આવા જ રહસ્યોમાંથી એક વિષે તમને જણાવીશું...યુરોપિયન પુરાતત્વવિદ્દોએ લગભગ 1200 વર્ષ પહેલાં યુરોપનું ડૂબી ગયેલા શહેરનું એક રહસ્યમય ખંડેર મંદિર શોધી કાઢ્યું છે. ઈજીપ્તના ઉત્તર કાંઠે આવેલા હેરક્લેઓન શહેર સદીઓથી પાણીમાં ખોવાઈ ગયું હતું. હેરક્લેઓન શહેરને "ઇજિપ્તની એટલાન્ટિસ" પણ કહેવામાં આવતું હતું...માનવામાં આવે છે કે, ભૂકંપ અને સુનામીનો માર આ પ્રાચીન બંદરે વેઠ્યો છે. અને વધતી દરિયાઈ સપાટી ધીમે-ધીમે આ શહેરને ગળી ગઈ હતી...

    વિઓ-2
    આ શહેર વિશે વર્ષ 2000માં પહેલીવાર જાણવા મળ્યું હતું..જો કે ત્યારે આ અંગે કોઈ જાણકારી મળી ન હતી..ત્યારે આ વખતે યૂરોપના પુરાતત્વ વૈજ્ઞાનિકોએ આ સ્થળે સતત અભ્યાસ હાથ ધર્યો હતો..જે બાદ સંશોધનકારોએ તાજેતરમાં એક ગ્રીક મંદિરના અવશેષો અને પાણીની અંદરના સ્થળે ખજાનાથી ભરેલા વહાણોને બહાર કાઢ્યા હતા..કિંગ ટોલેમી-2ના 283થી 246 બીસી પૂર્વેના શાસનકાળના કાંસ્ય સિક્કાઓ, પ્રાચીન સ્તંભો અને આશ્ચર્યજનક 2000 વર્ષ જૂના માટીકામ પણ શોધમાં મળી આવ્યા છે... 

    વિઓ-3
    હેરક્લેઓન ઇજિપ્તનો મુખ્ય આંતરરાષ્ટ્રીય વેપાર મથક હોવાનું કહેવાતું હતું...પરંતુ વર્ષ 2000માં યુરોપિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર અંડરવોટર પુરાતત્ત્વ અને ફ્રાન્ક ગોડ્ડિયો દ્વારા કરાયેલા સંશોધનમાં આ ખોવાયેલા શહેરનો કોઈ પત્તો મળ્યો ન હતો...જો કે આ વખતે પુરાતત્વવિદ્દોએ શહેરના ભાગોને ઉજાગર કરવા, નકશા બનાવવા અને ખોદકામ કરવા માટે એક હાઇટેક સ્કેનિંગ ડિવાઇસનો ઉપયોગ કર્યો હતો. જેનાથી તેમને સફળતા હાથ લાગી હતી..ત્યારે પાણીમાંથી મળેલી વસ્તુઓ તે સમયના શહેરોની સુંદરતા અને ગૌરવ, તેમના ભવ્ય મંદિરોની ભવ્યતા અને ઐતિહાસિક પુરાવાઓની વિપુલતા દર્શાવે છે. હાલ પુરાતત્વવિદ્દો દ્વારા આ શહેર વિશેનું વધુ સંશોધન ચાલુ રાખ્યું છે. અને આવનારા દિવસોમાં ઘણા એવા રહસ્યોમાંથી પડદો ઉચકાય તો નવાઈ નહી...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply