Skip to main content
Settings Settings for Dark

રશિયાના રાજધાની મોસ્કો પર યુક્રેને ડ્રોન હુમલો કર્યો

Live TV

X
  • મોસ્કોના મેયરના જણાવ્યા અનુસાર, રવિવારે વહેલી સવારે રશિયન રાજધાની મોસ્કો પર ડ્રોન હુમલામાં બે ઓફિસ બ્લોક્સને નુકસાન થયું હતું અને શહેરના એક એરપોર્ટને થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. રશિયન દળોએ મોસ્કો શહેર પર ત્રણ યુક્રેનિયન ડ્રોનને અટકાવ્યા છે, દેશના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેને "આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ" તરીકે ઓળખાવ્યો હતો.  યુક્રેનના સૈન્ય ડ્રોને મોસ્કોમાં બે ઈમારતોને નિશાન બનાવી છે. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. મોસ્કોના મેયરે જણાવ્યું કે આ હુમલો એ રાત્રે કરવામાં આવ્યો હતો, જેમાં ઈમારતોને નુકસાન થયું હતું. મેયર સેરગેઈ સોબયાનિને જણાવ્યું હતું કે, બંને ઓફિસ ટાવરને થોડું નુકસાન થયું છે, પરંતુ કોઈને ઈજા થઈ નથી.
    આ હુમલા બાદ રશિયાએ મોસ્કોનું વનુકોવો એરપોર્ટ બંધ કરી દીધું છે અને અહીંથી આવતી ફ્લાઈટ્સને રીડાયરેક્ટ કરી છે. યુક્રેનિયન સરહદથી લગભગ 500 કિમી દૂર સ્થિત મોસ્કો અને તેની આસપાસના પ્રદેશને યુક્રેનમાં સંઘર્ષ દરમિયાન ભાગ્યે જ ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે.
    ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા યુક્રેન દ્વારા રશિયાના કબજા હેઠળના માકિવ્કા શહેર પર હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રે કરવામાં આવેલા હુમલામાં યુક્રેનની સેનાએ અમેરિકા પાસેથી મેળવેલા હિમરાસ રોકેટ (HIMRAS)નો ઉપયોગ કર્યો હતો. યુક્રેનની સેનાએ બે રોકેટને તેલ અને ઓર્ડનન્સ ડેપો પર ફાયર કર્યા હતા. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply